Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?
Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ... જેના કાંડ એક-એક કરીને બહાર આવી રહ્યા છે...અમદાવાદના તાવડીપુરામાં રહેતા અને ટેક્સી ચલાવતા બાબુભાઈ નાયરને ચાર મહિના પહેલા ચક્કર આવતા હતા...અખબારમાં જાહેર ખબર જોઈ તેઓ સારવાર માટે ખ્યાતિ હોસ્પિટલ પહોંચ્યા..આરોપ છે કે, ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ કોઈ બીમારી ન હોવા છતાં બાબુભાઈની છાતી ચીરી નાખી..નળીમાં બ્લોકેજ હોવાનું કહી ન માત્ર બાય પાસ સર્જરી કરી, પરંતુ બાબુભાઈ જ્યારે અર્ધબેભાન હાલતમાં હોસ્પિટલના બેડ પર સૂતા હતા ત્યારે ફોટો પાડી આયુષ્માન કાર્ડ પણ બનાવી નાખ્યું....બાબુભાઈના પત્નીનો આરોપ છે કે, ઓપરેશનના 24 કલાક પહેલા તેઓ બરાબર હતા..પરંતુ હવે છાતીમાં દુઃખાવો અને પગમાં સોજાની ફરિયાદ રહે છે...
પીરાણા કાંડ
ખ્યાતિ હોસ્પિટલે પીરાણા ગામમાં પણ કાંડ કર્યો હોવાના લાગ્યા છે આરોપ...જૂન-2023માં ખ્યાતિ હોસ્પિટલે પીરાણા ગામમાં એક કેમ્પ યોજ્યો હતો...જેમાં 10 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી... આ 10 લોકો પૈકી 2 લોકોના બાદમાં મોત થયા.. જ્યારે બાકીનાને અનેક શારીરિક પીડાઓનો સામનો કરવો પડી રહ્યો છે..ગરીબ લોકોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના નામે ખ્યાતિ હોસ્પિટલે શિકાર બનાવ્યાનો આરોપ લાગ્યો છે...ભોગ બનનાર લોકોનો દાવો છે કે, તેમને તો ફક્ત પેટ અને કમરમાં દુઃખાવાની સમસ્યા હતી... તેમ છતાં તેમની જાણ બહાર જ એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ..
હૉસ્પિટલમાં કેવા ખેલ ચાલતા હતા....?
ખ્યાતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તપાસ દરમિયાન કેથલેબ વિભાગમાં રાખવામાં આવેલા સર્વરમાંથી કેટલાક ડેટા કબ્જે કરવામાં આવ્યા છે....જેમાં કેટલાક દર્દીઓની એન્જિયોગ્રાફી ચાર્ટમાં હાથથી લખેલ લખાણ મળી આવ્યું....તે લખાણ આરોપી ડૉ. પ્રશાંત વજીરાણીએ પોતાના હોવાની પણ કબૂલાત કરી છે....અમુક દર્દીઓની ફાઈલમાંથી એન્જિયોગ્રાફી ચાર્ટ જ મિસીંગ છે....મૃતક દર્દીઓના એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટી રિપોર્ટ બોગસ બનાવવામાં આવ્યા હતા...દર્દીઓના રિપોર્ટ અને રજિસ્ટ્રેશન સ્ટેમ્પ ગાયબ છે...સંમતિપત્ર પર દર્દીના સગાની સહી પણ ડૉક્ટરની ન હોવાનું સામે આવ્યું છે....દવાથી માંડીને સ્ટેન્ટ માટે આખી ફાર્મસી કંપની ખોલવામાં આવી હતી...એટલું જ નહીં....ગામડાઓમાં ફ્રી મેડિકલ કેમ્પ યોજી દર્દીઓને એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી માટે સમજાવવા વિવિધ ગામના સરપંચ અથવા ગામના અગ્રણીને એકથી બે લાખ સુધી કમિશન અપાતું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે....પોલીસે હવે કયા ગામના સરપંચ કે આગેવાનને કેટલા પૈસા અપાયા તેની શરૂઆત કરી છે....ક્રાઈમ બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે, સમગ્ર તપાસમાં PMJAY યોજનાની ટીમ પણ સંકજામાં આવી શકે છે....આ યોજનાના અધિકારીઓ અને કર્મચારીઓની મિલિભગત વગર ખ્યાતિ હોસ્પિટલ માટે આ કૌભાંડ આચરવું શક્ય ન હતું....
દારૂ પકડાયો
ખ્યાતિ હોસ્પિટલમાં 10 દિવસ પહેલા સંચાલકો અને તબીબોના કારણે 2 દર્દીઓનું મૃત્યુ થયું હતું....આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ફરાર ચારેય ડિરેક્ટરના ઘરના તાળા તોડી સર્ચ કર્યું.....હોસ્પિટલના માલિક કાર્તિક પટેલના બંગલામાંથી દારૂની 2 બોટલ અને પોકરના કોઈન મળી આવ્યા....જ્યારે CEO ચિરાગ રાજપૂતના ઘરમાંથી તો આખો બાર પડકાયો....જેમાં જુદી જુદી બ્રાંડના મોંઘા દારૂની 50થી વધુ બોટલ હતી...બંનેના ઘરમાંથી કેટલાક દસ્તાવેજો અને ફાઈલો પણ મળી...માલિક કાર્તિક પટેલ 21 નવેમ્બરે ઓસ્ટ્રેલિયાથી પાછા આવવાના હતા...પરંતુ હજુ સુધી આવ્યા નથી...જ્યારે ડિરેક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને ચિરાગ રાજપૂતને હજુ પોલીસ પકડી શકી નથી...ક્રાઈમ બ્રાંચની 4 ટીમે ગઈકાલે સાંજે ચારેયના ઘરના તાળા તોડી વીડિયોગ્રાફી સાથે સર્ચ કર્યું...કાર્તિક પટેલ પાસે ત્રણ મોંઘીદાટ ડિફેન્ડર, BMW અને ઓડી કાર છે...વર્ષ 2023માં કાર્તિક ઝુંડાલ બ્રિજ પાસે પુરઝડપે ડિફેન્ડર કાર હંકારીને જતો હતો...ત્યારે 2 હજાર રૂ.નો ઈ-મેમો પણ આપવામાં આવ્યો હતો...તે હજુ સુધી ભર્યો નથી....કાર્તિક પટેલ સિંધુભવન રોડ પર અભિશ્રી રેસીડેન્સી-2માં 50 કરોડના આલિશાન બંગલામાં રહે છે...ત્રણ માળના બંગલામાં થિયેટર રૂમ, બાર સ્ટાઈલની વ્યવસ્થા છે....એટલું જ નહીં, કાર્તિક પટેલ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી હોવાનું પણ સામે આવ્યું છે....જગન્નાથ મંદિર ટ્રસ્ટના કથિત જમીન કૌભાંડમાં કાર્તિક પટેલનો રોલ હતો કે નહીં તેની તપાસની પણ માંગ ઉઠી છે....
ખ્યાતિ નર્સિંગ કોલેજ
ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ હવે ખ્યાતિ ગ્રૂપ સંચાલિત નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા..શીલજ ગામમાં ખ્યાતિ મેડિકલ કોલેજ આવેલી છે, જ્યાં 350થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે...કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર લેન્સી જોન્સ અનુસાર, 19 નવેમ્બરે કોલેજમાં ઈન્સ્પેક્શન કરાયું હતું...પણ હજુ સુધી ઉપરથી કોઈ સુચના નથી અપાઈ....ABP અસ્મિતાની ટીમ જ્યારે કોલેજ પહોંચી તો વિદ્યાર્થીઓએ વ્યથા ઢાલવી...વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે વાલીઓએ ત્રણથી ચાર લાખ રૂપિયા ફી ચૂકવી છે, પરંતુ જ્યારથી ખ્યાતિ હોસ્પિટલનું કાંડ બહાર આવ્યું, ત્યારથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે...ટ
ખ્યાતિ નર્સિંગ કોલેજ
ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ હવે ખ્યાતિ ગ્રૂપ સંચાલિત નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા..શીલજ ગામમાં ખ્યાતિ મેડિકલ કોલેજ આવેલી છે, જ્યાં 350થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે...કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર લેન્સી જોન્સ અનુસાર, 19 નવેમ્બરે કોલેજમાં ઈન્સ્પેક્શન કરાયું હતું...પણ હજુ સુધી ઉપરથી કોઈ સુચના નથી અપાઈ....ABP અસ્મિતાની ટીમ જ્યારે કોલેજ પહોંચી તો વિદ્યાર્થીઓએ વ્યથા ઢાલવી...વિદ્યાર્થીઓના ઉજ્જવલ ભવિષ્ય માટે વાલીઓએ ત્રણથી ચાર લાખ રૂપિયા ફી ચૂકવી છે, પરંતુ જ્યારથી ખ્યાતિ હોસ્પિટલનું કાંડ બહાર આવ્યું, ત્યારથી વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે...
માં કામલ સંસ્થા
સુરતની માં કામલ ફાઉન્ડેશન નામની સંસ્થા... મા કામલ સંસ્થાની નર્મદા જિલ્લાના રાજપીપળામાં નર્સિંગ કૉલેજ આવેલી છે....20 વર્ષથી ચાલતી આ કૉલેજને શિક્ષણ વિભાગે કોઈ મંજૂરી જ ન આપી હોવાનો ઘટસ્ફોટ થયો છે...હજારો આદિવાસી વિદ્યાર્થીઓ પાસેથી 2 થી 3 લાખની ફી ઉઘરાવી ચૂકેલી મા કામલ સંસ્થાની કૉલેજને મંજૂરી જ નથી મળી...એવામાં અહીંથી અભ્યાસ કરીને નીકળેલા હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ઉભો થયો છે... જેને લઈ NSUIના કાર્યકરોએ સંસ્થાની ઓફિસે જઈ વિરોધ પ્રદર્શન કર્યું...મા કામલ નર્સિંગ કૉલેજ વિદ્યાર્થીઓને ઓરિજનલ ડૉક્યૂમેન્ટ પરત આપતી ન હતી... બેંગલુરુ પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા... આ પ્રકારની પ્રવૃત્તિથી શંકાના દાયરામાં આવી હતી...
સુરત બોગસ હૉસ્પિટલ
સુરતના પાંડેસરામાં ઉદ્દઘાટન થયાના 24 કલાકની અંદર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલને સીલ મારી દેવાયું..બી.આર.શુક્લા, જી.પી મિશ્રા અને આર.કે.દુબે...આ ત્રણેય શખ્સોએ પાંડેસરાની કર્મયોગી સોસાયટીમાં જન સેવા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી..રવિવારે જ હોસ્પિટલનું ઉદ્દઘાટન હતું..ત્રણેય શખ્સોમાંથી બી.આર.શુક્લા અને આર.કે.દુબે અગાઉ ડિગ્રી વગર પ્રેક્સિટ કરતા પોલીસના હાથે ઝડપાયા હતા..જ્યારે જી.પી.મિશ્રા નામનો શખ્સ હોસ્પિટલનો સંચાલક હતો, જે અગાઉ દારૂની ફેક્ટરીના કેસમાં ઝડપાયો હતો.હોસ્પિટલ પાસે ફાયર સેફ્ટીના સાધનો કે ફાયર NOC પણ ન હતી..એન્ટ્રી અને એગ્ઝિટ માટે અલગ અલગ ગેટ પણ નહતા..સમગ્ર મામલે ફાયર વિભાગે હોસ્પિટલને સીલ માર્યું.. આ તરફ, ત્રણેય શખ્સોને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવાયા....5 દિવસ બાદ આજે આરોગ્ય વિભાગે તપાસ કરી....હવે આરોગ્ય વિભાગ હોસ્પિટલના સંચાલકોને નોટીસ આપશે...આવી ઢીલી કામગીરીના કારણે જ સુરત જેવા શહેરોમાં નકલી ડૉક્ટરો નિર્ભયતાથી પોતાની હાટડીઓ ચલાવી રહ્યા છે....
સુરત બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ
સુરતમાં બોગસ હોસ્પિટલ બાદ હવે બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટનો ઘટસ્ફોટ..NSUI અને યુથ કૉંગ્રેસે સ્ટિંગ ઓપરેશન કર્યું, જેમાં દાવો કરાયો કે, પુણા પાટિયાના 'લા સીતાડેલ' નામના કોમર્શિયલ કોમ્પલેક્ષની એક ઓફિસમાં જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટયૂટ ચાલે છે..જ્યાં નર્સિંગ સહિત અલગ અલગ વિષયના 6 કોર્સ કરાવાય છે...ચાર-પાંચ વર્ષથી ચાલતી આ ઇન્સ્ટિટયૂટ બોગસ છે...સંચાલકો વિદ્યાર્થીઓ પાસે મસમોટી ફી વસૂલે છે અને પરીક્ષા આપવા વિદ્યાર્થીઓને બેંગ્લુરુ મોકલે છે...સમગ્ર મામલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જેમાં ગુજરાત પેરામેડિકલ કાઉન્સિલના કર્મચારી હેલ્પલાઈન પર સ્વીકારી રહ્યા છે કે, આવી ઇન્સ્ટિટ્યૂટને માન્યતા નથી અપાઈ..
બનાસકાંઠા બોગસ ડૉક્ટર
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાંથી ઝડપાયા 3 બોગસ ડોક્ટર...બનાસકાંઠા પોલીસ અને આરોગ્ય વિભાગની સંયુક્ત કાર્યવાહીમાં મનુભાઈ રાવળ... જશવંત સોલંકી... અને પ્રભાતજી ઠાકોર નામના બોગસ ડૉક્ટરોને દાંતામાંથી ઝડપાયા... ત્રણેય બોગસ ડૉક્ટર પાસેથી 90 હજારની કિંમતનો દવાનો જથ્થો પણ જપ્ત કરાયો. એક સાથે 3 બોગસ ડૉક્ટર ઝડપાતા ભાજપ નેતા લાઘુભાઈ પારગીએ પ્રશાસન સામે જ સવાલ ઉઠાવ્યા...ભાજપ નેતાએ પ્રશાસનને પડકાર ફેંક્યો કે, મારી સાથે ગામડામાં ચાલો... દાંતા તાલુકામાં ગામેગામ બોગસ ડૉક્ટરો હાટડી ખોલીને બેઠા છે...આ તો દિવાળી પર જે બોગસ ડૉક્ટરોએ પૈસા ન આપ્યા તેમને હવે હેરાન કરવામાં આવી રહ્યા છે..બનાસકાંઠાનો દાંતા તાલુકો પહાડી અને અંતરિયાળ વિસ્તાર ધરાવતો છે... આદિવાસી સમાજની વસ્તી ધરાવતા દાંતા તાલુકામાં ડિગ્રી વિનાના અનેક ડૉક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે...