Hun To Bolish | હું તો બોલીશ | દુષ્કર્મના કુકર્મની કુદરતી સજા?
Continues below advertisement
સુરતના માંગરોળ સામુહિક દુષ્કર્મના કેસના આરોપી શિવશંકર ચૌરસિયાનું મોત થયું. પૂછપરછ દરમિયાન આરોપી શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ...જેથી તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો. જ્યાં તેનું મોત થયું. સગીરા પર દુષ્કર્મ ગુજારનાર ત્રણ પૈકી બે આરોપીની ગઈકાલે પોલીસે ધરપકડ કરી હતી. પોલીસને જોતા જ શિવશંકર ચૌરસિયા અને મુન્ના પાસવાને ઝાડી ઝાંખરામાં ભાગવાની કોશિશ કરી. જોકે, પોલીસે ફાયરિંગ કરી બંનેને દબોચી લીધા. બંને આરોપી સામે અગાઉ હત્યા, લૂંટ સહિતના ગુના નોંધાયેલા છે. આજે પોક્સો કોર્ટે મુન્ના પાસવાનના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.. આરોપી મુન્ના પાસવાન સામે તો સાતથી વધુ ગંભીર ગુના નોંધાયેલા છે. કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા. હાલ તો પોલીસ રાજુ નામના ત્રીજા આરોપીને શોધી રહી છે.
Continues below advertisement
Tags :
'Hun To Bolish'