Hun To Bolish | હું તો બોલીશ | પોલીસનો પાવર

Continues below advertisement

Hun To Bolish | હું તો બોલીશ | રાજકોટ પોલીસ...કે જેણે ભાજપના કાર્યકર્તાઓને કાયદાના પાઠ ભણાવી દીધા....કાયદો બધા માટે સમાન હોય તેવુ સાબિત કરી દીધું છે રાજકોટ પોલીસે....વાત એવી છે કે, ગઈકાલે કિસાનપરા ચોક પાસે બક્ષીપંચ યુવા મોરચાએ કારગીલના જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો હતો...જેમાં ભાજપના 2 હોદ્દેદારોની પોલીસે કાર ડિટેઈન કરી....આમાંથી એક કાર્યકર્તાની કાળા કાચ અને નંબર પ્લેટ વગરની કાર હતી....ખુદ ટ્રાફિક ડીસીપી સ્થળ પર હાજર હોવાથી કાર ડિટેઇન કરવામાં આવી....એક કાર વોર્ડ નંબર 2ના યુવા મોરચાના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને બીજી કાર વોર્ડ નંબર 12ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ દેવદાન અવાડિયા ચલાવતા હતા....જોકે, પોલીસની આ કાર્યવાહીથી ભાજપના કાર્યકર્તાઓ રોષે ભરાયા...કાર્યકર્તાની કાર છોડાવવા માટે રાજકીય ભલામણોનો વરસાદ કરાયો...અને ટ્રાફિક ડીસીપી પૂજા યાદવને સ્થળ પર દંડ લઈ લેવા દબાણ પણ કર્યું....જો કે રાજકોટ પોલીસ ટસ થી મસ ન થઈ....DCPએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, કાયદા બધા માટે સરખા છે અને બંને કારને મેમો ફટકારી આરસી બુક જપ્ત કરી...સમગ્ર ઘટના ક્રમના વીડિયો જે છે તે પહેલા જોઈ લઈએ.....

 

આપે એક કાયદાનો પાઠ ભણાવતો પોલીસનો પાવર જોયો...હવે પોલીસની વર્દીને બદનામ કરતો પોલીસનો પાવર જુઓ.....સૌરાષ્ટ્રમાં બુટલેગરનું મોટું નામ ધરાવતા કુખ્યાત ધીરેન કારીયાને કોર્ટની મુદતે અમરેલી જેલમાંથી ગાંધીનગર લઇ જવાયો હતો....જ્યાંથી પરત ફરતી વખતે જાપ્તાના 2 પોલીસ કર્મીઓ રણજીત વાઘેલા અને નીતીન બાંભણીયા બંન્ને ગાંધીનગરની કોર્ટની તારીખ પતાવી અમરેલી જવાના બદલે જુનાગઢ પહોંચ્યા....બુટલેગર ધીરેન કારીયા જુનાગઢનો રહીશ છે અને તેની પત્ની જુનાગઢ ભાજપના કોર્પોરેટર છે....આ બુટલેગરને જુનાગઢ છોડી પોલીસકર્મી નોનવેજ ખાવા માટે ચિતાખાના ચોકમાં આવેલી સાબરીન રેસ્ટોરન્ટમાં ગયા....જ્યાં રાત્રિના પોણા 12 વાગ્યે કોઈ નજીવી બાબતને લઈને વેઇટર ઉપેન અને માલિક સોયબ વડગામા સાથે હેડ કોન્સ્ટેબલ રણજિત વાઘેલાએ 
જીભા જોડી કરી ધમકી આપી....બાદમાં સાબરીન રેસ્ટોન્ટના માલિકે આ મુદ્દે જુનાગઢ બી ડિવીઝનમાં ફરિયાદ દાખલ કરી....તો બીજી તરફ અમરેલી SPને માહિતી મળતા હેડક્વાટરમાં ફરજ બજાવતા રણજીત વાઘેલા નામના કર્મચારીને સસ્પેન્ડ કર્યા છે....અન્ય કર્મચારી સામે વધુ રિપોર્ટ મળ્યા બાદ કાર્યવાહી કરાશે....

 

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી કોર્ટ મુદ્દતે ગયેલો હત્યાનો આરોપી અવેશ ઓડિયા દારૂ પીધેલી હાલતમાં પકડાયો...જેલના ડોક્ટરે તપાસ કરતા પ્રાથમિક તબક્કે આરોપીએ કેફી પીણું પીધું હોવાનું જાહેર કરતા જેલરે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ પરેશ વાઘેલા અને આરોપી અવેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે...પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન કલમ-66(1)બી તેમજ પોલીસ કોન્સ્ટેબલ પરેશ વાઘેલા વિરુદ્ધ BNSની કલમ 223 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram