Hun To Bolish | હું તો બોલીશ | રેડ એલર્ટ

Continues below advertisement

ગુજરાત પર મંડરાયેલી એક સાથે ત્રણ- ત્રણ વરસાદી સિસ્ટમે રીતસર રાજ્યને ઘમરોળી નાંખ્યું.. લોકોને આ જન્માષ્ટમી યાદ રહી જશે. કારણ કે કૃષ્ણ જન્મોત્સવ પહેલા જ અનેક શહેરો અને નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સાંજે છ વાગ્યા સુધીમાં તો 237 તાલુકામાં વરસાદ નોંધાયો. સાંજે 6 વાગ્યા સુધીમાં વડોદરાના પાદરામાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ વરસ્યો... આણંદના બોરસદમાં સૌથી વધુ સાડા 10 ઈંચ વરસાદ નોંધાયો.. તો વડોદરામાં સવા દસ ઈંચ જેટલો વરસાદ નોંધાયો. તો પાંચ તાલુકા એવા છે કે જ્યાં આઠથી સાડા આઠ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો.. તો ચાર તાલુકામાં પોણા સાતથી સાડા સાત ઈંચ સુધીનો વરસાદ વરસ્યો. તો ચાર તાલુકામાં પાંચથી સાડા છ ઈંચ સુધી વરસાદ વરસ્યો. જન્માષ્ટમીએ વરસેલા વરસાદમાં શહેર હોય કે મહાનગર બધા જ પાણીમાં ડૂબ્યા. રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીમાં સિઝનનો 90 ટકાથી વરસાદ વરસી ચૂક્યો છે. 

ગુજરાતમાં જન્માષ્ટમીએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. 10 કલાકમાં જ અનેક જિલ્લા પાણી- પાણી થઈ ગયા. આજે સૌથી વધુ ચાર જિલ્લા છે કે જ્યાં સૌથી વધુ વરસાદ વરસ્યો. પ્રથમ વાત કરીએ આણંદ જિલ્લાની. આજે સૌથી વધુ વરસાદ આણંદના બોરસદમાં સાડા 10 ઈંચ વરસ્યો. તો આણંદ તાલુકામાં સાડા નવ ઈંચ વરસાદ વરસ્યો. ખંભાતમાં નવ ઈંચ વરસાદ વરસ્યો. સોજીત્રામાં પોણા સાત ઈંચ, પેટલાદમાં પાંચ ઈંચ, ઉમરેઠમાં પાંચ ઈંચ અને આંકલાવમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram