Hun To Bolish | નદી કે ગટર? | Abp Asmita

Continues below advertisement

સૌ પ્રથમ વાત કરી લઈએ સાબરમતી નદીની....જે નદી કિનારે બાપુએ આશ્રમ સ્થાપિત કર્યો અને વિશ્વભરમાં સત્ય અને અહિંસાનો પ્રતિક સાબિત થયેલો આશ્રમ જેના તટ પર આવેલો છે તે સાબરમતિ નદી રિવરફ્રંટ બન્યા બાદ રૂડી રૂપાળી ચોક્કસથી લાગે છે....રિવરફ્રંટની બંને તરફ હરિયાળી જ હરિયાળી નજરે પડે છે....પરંતુ સાબરમતી નદી ખુદ એટલે વ્યથિત હશે કેમ કે ગાંધીનગરથી અમદાવાદમાં પ્રવેશે છે ત્યારથી લઈ ખંભાતના અખાતમાં મળે તે દરમિયાન અનેક ઠેકાણે દૂષિત પાણી ઠાલવવામાં આવે છે....હાઈકોર્ટની વારંવારની ફટકાર બાદ પણ નથી સુધરતા એ ઉદ્યોગપતિઓ, એ કેમિકલ માફિયાઓ કે પછી મહાનગરપાલિકા....મોટા મોટા દાવા કરાય છે પરંતુ ટ્રીટમેન્ટ કર્યા સિવાયનું પાણી ઠલવાતા આ નદી ચોમાસાના દિવસો સિવાય મહદઅંશે દુખી હોય છે.....

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram