Hun To Bolish | હું તો બોલીશ | ગરબા પહેલા વરસાદનો રાઉન્ડ
હવામાન વિભાગે આગામી ચાર દિવસ વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગ અનુસાર, રાજ્યના કેટલાક જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. વલસાડ... દમણ.. દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. તો, નવસારી.. સુરત.. તાપી.. ડાંગ..ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી છે. અમદાવાદમાં આવતી કાલે વરસાદ પડી શકે છે...
વડોદરા શહેર અને જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. ભારે વરસાદનું એક ઝાપટું પડ્યું ત્યાં તો રાવપુરામાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાઈ ગયા. આવી જ સ્થિતિ ચાર દરવાજા, દાંડિયા બજારમાં પાણી ભરાયા. દાંડિયા બજારમાં વીજળી ગુલ થતા અંધારપટ્ટ છવાયો. અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતા વોટર લોગીનની સમસ્યાને કારણે જળભરાવ થયો. રસ્તા પર પાણી ભરાવાના કારણે અનેક વાહનચાલકોના વાહનો બંધ થયા. વાઘોડિયાના અનેક વિસ્તારોમાં ભારે પવનની વરસાદ પડ્યો. મુખ્ય બજાર, માડોધર રોડ, વાઘોડિયા વડોદરા રોડ, પીપળીયા, જરોદ,ગોરજ, આમોદર, આજવા, નિમેટા, રસુલાબાદ સહિતના વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો. જિલ્લાના સાવલી અને ડેસર તાલુકામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. સાવલી તાલુકાના સામતપુરા, વાંકાનેર, ભાદરવા, ટુંડાવ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદના કારણે સાવલીના માર્ગો પર પાણી ભરાવવાની શરૂઆત થઈ. કરજણ શહેરના નવા બજાર વિસ્તારમાં એક મહાકાય વૃક્ષ ધરાશાયી થયું. કરજણના ગામડાઓમાં વીજળી ગુલ થઈ....