Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારી

Continues below advertisement

દેશમાં દૈનિક 75 હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત ST નિગમ પ્રથમ ક્રમે છે. એસ.ટી નિગમે છેલ્લા 2 વર્ષમાં ઓનલાઈન ટીકિટથી કુલ રૂ. 1 હજાર 36 કરોડથી વધુની આવક મેળવી. છેલ્લા 2 વર્ષમાં 4 કરોડથી વધુ મુસાફરોએ ઓનલાઈન ટિકિટ બુક કરાવી STની સુવિધાનો લાભ લીધો છે. જે સ્થળે નિગમનું બસ સ્ટેન્ડ કે બુકિંગ કાઉન્ટર ન હોય તેવા સ્થળે મુસાફરો બુકિંગનો લાભ લઈ શકે તે માટે નિગમે બુકિંગ એજન્સી આપી છે...જેમાં 205 બુકિંગ એજન્ટ કાર્યરત છે. 

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સોમવાર સાંજે અચાનક એસટી બસ સ્ટેશન પહોંચ્યા.. ગાંધીનગર એસટી ડેપોની CMએ આકસ્મિક મુલાકાત લીધી. સ્વચ્છતા અંગેની ચકાસણી કરવા મુખ્યમંત્રીએ જાહેર શૌચાલયનો ઉપયોગ કર્યો. મુસાફરોને ઉપયોગી સવલતોનું નિરીક્ષણ કર્યું.. ટિકિટ બુકિંગથી લઇને બસની ફ્રિકવન્સી અંગે માહિતી મેળવી. બસ ડેપોમાં મુસાફરો માટેની બેઠક અને પાણીની વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન તેમના ACS એમ કે દાસ પણ સાથે રહ્યા...

24 ડિસેમ્બરે ગાંધીનગરમાં વધુ 10 લક્ઝરી વોલ્વોનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram