Hun To Bolish : હું તો બોલીશ : ટપોરીઓ બનશે ડૉક્ટર?
પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં એ સમયે મચી ગયો હડકંપ. જ્યારે એક વિદ્યાર્થીનું મૃત્યુ થયું. મૂળ સુરેન્દ્રનગરના જેસડા ગામનો અનિલ મેથાણીયા નામનો વિદ્યાર્થી MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો. તેનું મોત થતાં પરિવારજનોએ આરોપ લગાવ્યો કે, સીનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતાં અનિલનું મોત થયું. પરિવાજનોના આરોપ બાદ પોલીસ અને એન્ટી રેગિંગ કમિટીએ તપાસ શરૂ કરી છે. આરોપ છે કે, જૂનિયર વિદ્યાર્થીઓને મોબાઈલમાં મેસેજ કરાયો અને તેમને કોમન રૂમમાં પહોંચવાનું કહેવાયું...જૂનિયર વિદ્યાર્થીઓ જ્યારે કોમન રૂમમાં પહોંચ્યા. આ સમયે સીનિયર વિદ્યાર્થીઓનું ગ્રુપ આવ્યું અને જૂનિયર વિદ્યાર્થીઓને પરિચય આપવાના બહાને એક જ જગ્યાએ 3 કલાક ઉભા રાખ્યા. આ દરમિયાન અનિલને ચક્કર આવતા તે પડી ગયો અને બાદમાં તેનું મોત થયું. ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસે ગ્રુપમાં કરાયેલ મેસેજ ડીલીટ કરવામાં આવ્યા. આ ઘટના બાદ હડકંપ મચી ગયો. મેડીકલ કૉલેજની એન્ટી રેગિંગ કમિટીએ ભોગ બનનાર 11 વિદ્યાર્થીઓની પૂછપરછ કરી. સાથે જ સીનિયર વિદ્યાર્થીઓની પણ પૂછપરછ કરી છે..મેડીકલ કૉલેજના ડીને સમગ્ર મામલે પોલીસને જાણ કરી હોસ્ટેલના CCTV ફૂટેજ તપાસ અર્થે સોંપ્યા છે.