Hun To Bolish : હું તો બોલીશ : વેશપલટો જરૂરી

Continues below advertisement

પહેલાના સમયમાં રાજાઓ વેશપલટો કરીને પ્રજા વચ્ચે જતા હતા. જેમાં તેઓ તેમનું રાજ્ય યોગ્ય રીતે ચાલે છે કે નહિ તે વિશે છુપી રીતે નિરીક્ષણ કરતા અને આ રીતે પ્રજાની પડતી કેટલીય સમસ્યાઓનું નિરાકરણ આવતું હતું. રાજાશાહી ગઈ અને સરકારી તંત્ર આવ્યું. કારભાર બદલાયો, પણ પ્રજાની સમસ્યાનું હવે કોઈ નિરાકરણ આવતું નથી. આવામાં ગુજરાત સરકારના એક સરકારી અધિકારીએ વેશપલટો કરીને સરકારી ઓફિસ પહોંચ્યા. જ્યાં તેમણે સામાન્ય અરજદારની જેમ સરકારી કામગીરીઓને લઈને લોકોને પડતી મુશ્કેલીઓનો જાત અનુભવ કર્યો. જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકતો બહાર આવી. મામલતદાર કચેરીમાં ચાલતી લાલિયાવાડી બહાર આવી. સામાન્ય અરજદારો પાસેથી ઝેરોક્ષ પેટે તથા સ્ટેમ્પ પેટે વધારે નાણા પડાવવામાં આવતા હતા. અરજદાર પાસેથી ઝેરોક્ષના 1 રૂપિયાના બદલે 5 રૂપિયા લેતા હોવાનું તેમના ધ્યાને આવ્યું. સ્ટેમ્પ વેન્ડર 50 રૂ.ના સ્ટેમ્પના 60 રૂ. લેતા અને 100 રૂ.ના સ્ટેમ્પના 120 રૂ. લેતા હતા. અરજદાર પાસેથી ખોટી રીતે 250 રૂ. એફિડેફિટ ખર્ચ કરાવવામાં આવતો હતો. સાથે ચલણ ભરવાની જોગવાઈ ન હોવા છતાં અરજદારને 30 રૂપિયાનું ચલણ ભરવા માટે SBI બેંકમાં મોકલવામાં આવતા હતા. રેશનકાર્ડની તમામ પ્રકારની કામગીરી માત્ર 23 રૂપિયા થતી હોવા છતા સોગંદનામું, બેંક ચલણ સહિત 300 રૂપિયાનો અરજદારને ખર્ચ કરવો પડતો હતો. ત્યારે સરકારના ઠરાવ વિરૂદ્ધ કામગીરી કરનારા ગોધરા શહેર, ગ્રામ્ય મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા સંબંધિત પૂરવઠા વિભાગના ઓપરેટરોને કારણદર્શક નોટિસ ફટકારી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram