Hun To Bolish | હું તો બોલીશ | વાવમાં વોટિંગ તો વિસાવદરનો શું વાંક?
બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક. જેની પેટાચૂંટણીની તારીખ જાહેર થતાં જ જામ્યો છે ચૂંટણીજંગ. ઈંડિયા ગઠબંધનની વાર્તા વચ્ચે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસથી છેડો ફાડી પેટાચૂંટણી એકલા હાથે લડવાનું જાહેર કર્યું. આ જાહેરાતની સાથે જ ત્રિપાંખિયા જંગના સંકેત મળ્યા. ડૉક્ટર અને આંજણા સમાજના યુવા અગ્રણી રમેશ પટેલે AAPમાંથી ઉમેદવારી કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.
ત્રિપાંખિયા જંગના શુભ સમાચારની સાથે સાથે ભાજપે વાવના પ્રભારી તરીકે પૂર્વમંત્રી અને મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણની નિયુક્ત કરી. સાથે જ જનક બગદાણા, યમલ વ્યાસ અને દર્શનાબેન વાઘેલાના રૂપમાં ત્રણ નિરીક્ષકને સેન્સ લેવા માટે આવતીકાલે વાવ મોકલવાનું નક્કી કર્યું. ભાજપના ત્રણેય નિરીક્ષકો સેન્સ મેળવ્યા બાદ રિપોર્ટ આપશે ત્યારે પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવાર જાહેર કરશે. ત્રીજી તરફ પ્રથમ ગ્રાસે મક્ષિકાની વચ્ચે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કૉંગ્રેસના ઉમેદવારને લઈ મોટો ધડાકો કર્યો. ગેનીબેનનો દાવો છે કે કોંગ્રેસ વાવ બેઠકથી ઠાકોર જ્ઞાતિ સિવાયના કોઈ વ્યક્તિને બનાવશે ઉમેદવાર