Hun To Bolish | હું તો બોલીશ | ખાડા પૂરાશે ક્યારે?

Continues below advertisement

સૌ પ્રથમ વાત કરીએ દક્ષિણ ગુજરાતની. દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસ્યો છે 86.71 ટકા વરસાદ. દક્ષિણના મહત્વના ગણાતા શહેર વલસાડ, સુરત, તાપી અને નવસારીમાં રોડ- રસ્તા વાહનચાલકોના હાજા ગગડાવી રહ્યા છે.

વલસાડના આ દ્રશ્યો જોઈ લો. સરીગામ GIDC બાયપાસ રોડ હોય કે ઉમરગામના સંજાણનો સર્વિસ રોડ. અહીં રોડ-રસ્તા પરથી પસાર થવું એટલે અભિમન્યુના સાત કોઠા પાર કરવા જેટલું કઠિન. અહીં ચાલીને જવામાં જ એટલી કઠીનાઈનો સામનો કરવો પડે છે કે વાહન તો 10 કિમીની ઝડપે ચાલે તેવું શક્ય જ નથી. આવી જ હાલત ઉમરગામના ભિલાડના ગરનાળા તથા મોહનગામ રેલવે ફાટક પાસેની છે. 

સ્માર્ટ સિટી સુરત. જેની તો વરસાદ બાદ રોડ-રસ્તાએ 'સૂરત' બદલી નાંખી છે.. આ દ્રશ્યો છે સુરતના ભેસ્તાન-ડિંડોલી રોડના. અહીં જો રસ્તા પરથી પસાર થવામાં તમારી નાની અમથી ચૂક સર્જી શકે છે અકસ્માત. સ્થિતિ તો એવી છે કે અહીં રોડ તો શોધવો પડે. કારણ કે દ્રશ્યોમાં જ્યાં નજર પડે ત્યાં દેખાય છે માત્ર ખાડા જ ખાડા... આવી જ હાલત શહેરના અનેક રોડ રસ્તાની. હાલ તો સુરતમાં ડિસ્કો રોડના કારણે બેક પેઈનના કેસમાં વધારો થયો છે. 

હવે વાત કરીએ નવસારીની. નવસારી શહેર અને જિલ્લામાં તો રોડ પર એટલા ખાડા છે કે ન પૂછો વાત. ચોંકાવનારી વાત તો એ છે કે મોટાભાગના રોડ-રસ્તા ચોમાસા પહેલા જ બનેલા છે. નવસારી શહેરમાંથી પસાર થતા હાઈવેના દ્રશ્યો જોઈ લો... અહીં ડામરનું તો અસ્તિત્વ માત્ર નામ પૂરતું જ રહ્યું છે. રોડ પર ઉછળી રહ્યા છે માત્ર રેતી અને કાંકરા. આ તો હાઈવેની સ્થિતિ થઈ પણ શહેરના આંતરિક માર્ગોની સ્થિતિ પણ કંઈ સારી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram