Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?

Continues below advertisement

અમરેલીના સાવરકુંડલા પાસે બનતા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગેરરીતિ થતી હોવાનો આરોપ લાગ્યો છે. અને આ આરોપ લગાવ્યો છે સાવરકુંડલા ભાજપના પૂર્વ મહામંત્રી રામદેવસિંહ ગોહિલે. તેમનું કહેવું છે કે, 24 કરોડના ખર્ચે કંસ્ટ્રક્શન કંપની સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવી રહી છે. જેમાં નબળું સ્ટીલ અને નબળી સીમેન્ટ વાપરવામાં આવી રહી છે. સાથે દાવો કર્યો કે અગાઉ પણ આ કંસ્ટ્રક્શન કંપનીએ હલકી ગુણવત્તાનું કામ કર્યું હતું. રામદેવસિંહ ગોહિલે દાવો કર્યો કે, અધિકારીઓ પણ આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર છે. તો બીજી તરફ જવાબદાર અધિકારીએ આ આરોપને ફગાવ્યા. 

અમરેલી જિલ્લો જ્યાં અવાર નવાર રેતી ખનનની ફરિયાદો ઉઠતી રહે છે. જિલ્લાની મુખ્યત્વે ત્રણ નદી શેત્રુંજી, શેલ અને ધાતરવડી નદીમાંથી રાત-દિવસ ખનીજ માફિયાઓ બેફામ રેતી ચોરી કરી રહ્યા છે. જેને લઈને અનેક વખત ગામડાઓના સરપંચોએ અવાજ ઉઠાવ્યો છે. છતાં ખનન માફિયાઓ બેફામ છે. થોડા દિવસ પહેલા અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ દૂધાતે લીલીયામાં રેતી ચોરી કરીને જતું એક ડમ્પરને અટકાવ્યું હતું. તેમણે સાંસદ ભરત સુતરિયાને પણ પત્ર લખી રજૂઆત કરી હતી કે, લીલીયા તાલુકામાં બેફામ રેતી ચોરી થઈ રહી છે. અધિકારીઓ કોઈનું માનતા નથી. જેથી સરકાર બદનામ થઈ રહી છે. અનેક વખત પૂર્વ સાંસદ એવા નારણ કાછડિયાએ પણ રેતી ચોરો પર લગામ લગાવવા સરકારને રજૂઆત કરી છે...પરંતુ આ ખનન માફિયાઓ પર અંકુશ આવતો નથી. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram