Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?
કેન્દ્ર સરકારે ગીર રક્ષિત વિસ્તારની ચોતરફ કુલ 1.84 લાખ હેકટર વિસ્તારને ઈકો સેન્સિટીવ ઝોન લાગુ કરવા માટે ગઈ 18 સપ્ટેમ્બરે પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ત્રણ જિલ્લાના 11 તાલુકાના 196 ગામનો સમાવેશ થવાનો છે. નવીન ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ વિસ્તારમાં કુલ 17 નદીઓના રીવર કોરીડોર અને સિંહોના અવર-જવર વાળા 4 મહત્વના કોરીડોરને આવરી લેવામાં આવશે. વધુમાં ગીર રક્ષીત વિસ્તારની આજુબાજુ જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ, વિસાવદર, માળીયા હાટીના અને મેંદરડા તાલુકાના મળી કુલ 59 ગામો, અમરેલી જિલ્લાના ધારી, ખાંભા અને સાવરકુંડલા તાલુકાના મળી કુલ-72 ગામો તથા ગીર-સોમનાથ જિલ્લાના ઉના, ગીર-સોમનાથ, કોડીનાર અને તાલાલા તાલુકાના મળી કુલ-65 ગામો એમ આ ત્રણેય જિલ્લાના કુલ-196 ગામોના 24,680.32 હેક્ટર વન વિસ્તાર તથા 1,59,785.88 હેક્ટર બિન-જંગલ વિસ્તાર એમ મળી કુલ 1 લાખ 84 હજાર 466.20 હેક્ટર વિસ્તારનો સમાવેશ થશે.
પરંતુ જાહેરનામું બહાર પાડતાની સાથે જ ગીર પંથકમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. કોઈપણ ભોગે ગામડાઓમાં ઈકો સેન્સિટીવ ઝોન લાગુ ન થાય તેના માટે સ્થાનિકો અને આગેવાનો મક્કમ બની ગયા છે. ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે સરકારની સામે સરકારના જ નેતાઓ અને સ્થાનિકો આમને સામને આવી ગયા છે. ત્રણ જીલ્લાના 11 તાલુકાના ઈકો સેન્સિટિવ ઝોનમાં આવતા 196 ગામડાઓમાં એકી સાથે ઈકો ઝોનનો વિરોધ કરતા સામૂહિક ઠરાવ કરવામાં આવ્યા છે. તો કોંગ્રસ છોડી ભાજપમાં જોડાનારા હર્ષદ રિબડીયા અને ભાજપ નેતા દિલિપ સંઘાણીએ ભાજપ સરકારના જ નિર્ણય સામે ખુલીને વિરોધ કર્યો. હર્ષદ રિબડિયાનું કહેવું હતું કે, ઈકો સેન્સિટિવ ઝોન કાયદો જો પસાર થઈ જશે તો ખેડૂતોને મોટું નુકસાન થશે. 196 ગામોમાં વસતા લોકો ન તો નવું મકાન બનાવી શકશે. ન તો જૂના મકાનની મરામત કરાવી શકશે..એટલું જ નહીં. રાત્રે ખેતરમાં પણ વાહન લઈને નહીં જઈ શકે. રોડ-રસ્તા માટે પણ મંજૂરી લેવી પડશે. ન માત્ર હર્ષદ રીબડિયા. અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા. ગીર સોમનાથ જિલ્લાના ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠડિયાએ પણ મુખ્યમંત્રીને પત્ર લખી વિરોધ નોંધાવ્યો.. ઈકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં કૉંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ પણ કૂદયા. પૂંજા વંશે વાંધાઓ રજૂ કરવા સરપંચોને હાકલ કરી. તો કિસાન સંઘ પણ ઉતર્યું છે મેદાનમાં. જૂનાગઢ. ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના કિસાન સંઘના પ્રમુખોએ જૂનાગઢમાં CCF કચેરીએ આવેદનપત્ર આપ્યું. કિસાન સંઘના પ્રમુખોએ યોગ્ય નિરાકરણ લાવવા CCF આરાધના સાહુને રજૂઆત કરી. ભાજપના નેતાઓ જ ઈકો સેન્સિટિવ ઝોનને લઈ વિરોધ દર્શાવતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ પ્રતિક્રિયા આપી કે, આગામી 60 દિવસ સુધી તમામની રજૂઆતો સાંભળવામાં આવશે. રહી વાત ભાજપના નેતાઓની. તેમને આ અંગે માહિતી છે જ. છતાં કોઈ મુશ્કેલી હશે તો રજૂઆતો સાંભળવામાં આવશે.