Lok Sabha Election Result 2024: Hu to Bolish | હું તો બોલીશ | કોણ બનાવશે સરકાર?

Continues below advertisement

ભાજપે જીતનું ખાતું દક્ષિણ ગુજરાતના સુરતથી ખોલ્યું હતું. સુરત બેઠક બિનહરીફ થયા બાદ દક્ષિણ ગુજરાતની નવસારી, વલસાડ, બારડોલી અને ભરૂચ બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભાજપ તમામ બેઠકો જાળવવામાં સફળ રહી છે. નવસારી બેઠક પર પાટીલે પોતાની જ લીડનો રેકોર્ડ તોડીને જીત મેળવી છે. તો ભરૂચ બેઠક પર મનસુખ વસાવા સતત સાતમી વાર જીત મેળવવામાં સફળ રહ્યા છે. દક્ષિણ ગુજરાતને અડીને આવેલી દમણ-દિવ બેઠક પર મોટો ઉલટફેર જોવા મળ્યો છે. અહીં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારને હરાવી અપક્ષ ઉમેશ પટેલ જાયન્ટ કિલર સાબિત થયા છે. જ્યારે દાદરા નગર હવેલી બેઠક પાર્ટી બદલ્યા બાદ પણ કલાબેન ડેલકર જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

 

નવસારી બેઠક પર સી.આર.પાટીલે બમ્પર જીત સાથે પોતાની જ લીડનો રેકોર્ડ તોડ્યો છે. અહીં 2019માં અહીં પાટીલે 6 લાખ 89 હજાર 668 મતની લીડ સાથે વિજય મેળવ્યો હતો. જેની સામે 2024માં 7,73,551મતની લીડ સાથે વિજય મેળવી પોતાની જ લીડનો રેકોર્ડ તોડ્યો છે.

 

બનાસકાંઠા બેઠક પર શરૂઆતથી અંત સુધી રસાકસી રહી... પોતાને બનાસના બેન ગણાવી ચૂંટણીજંગમાં ઉતરેલા ગેનીબેન ઠાકોરનો મુકાબલો ન માત્ર ભાજપના રેખાબેન ચૌધરી સામે હતો... બલકે ભાજપનું મજબૂત સંગઠન અને બનાસકાંઠા જિલ્લાના સહકારી સંગઠન  સામે પણ હતું...પણ આખરે વિજય થયો ગેનીબેન ઠાકોરનો...

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram