વડોદરાઃ એક્સપ્રેસ-વે પર અકસ્માત, લોકોએ દારૂ-બિયરની લૂંટ ચલાવી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડોદરાઃ દારૂ અને બિયરની બોટલોની લૂંટ ચલાવતા લોકોના આ દ્રશ્યો દારૂબંધી લાગુ છે તેવા ગુજરાત રાજ્યના છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર એક અકસ્માત સર્જાતા લોકોએ દારૂની લૂંટફાટ મચાવી હતી. મળતી વિગતો અનુસાર, હાઇવે પર મર્સિડિઝ અને સિલેરીયો કાર વચ્ચે અકસ્માત થયો હતો જેને કારણે સિલેરીયો કારમાંથી દારૂ અને બિયરની બોટલોની રેલમછેલ થઇ હતી.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર દુમાડ ગામ નજીક મર્સિડિઝ અને સિલેરીયો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દ્રશ્ય હાઇવે પર વાહનો લઇને પસાર થતાં લોકોએ જોયું હતું. જેથી લોકોએ દારૂ અને બિયરની બોટલો લેવા માટે પડાપડી કરી મુકી હતી. લોકોએ દારૂ-બિયરની લૂંટની આ ઘટનાને મોબાઇલમાં કેદ કરી દીધી હતી. જેના કારણે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.