ગુજરાત યુનિવર્સિટીની કોલેજોમાં કોરોનાના કેસ, આ કોલેજમાં કોરોનાના 11 કેસ નોંધાયા
Continues below advertisement
ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવેલ મહિલા પોલિટેક્નિક કોલેજમાં કોરોનાના કેસ સામે આવતા કર્મચારીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. મહિલા પોલિટેકનિક કોલેજમાં ત્રણ દિવસમાં 11 પોઝિટિવ કેસ આવ્યા. તેથી તમામ સ્ટાફે પ્રિન્સિપાલને રજૂઆત કરી કે તમામ સ્ટાફને વર્કફ્રોમ હોમ આપવામાં આવે. જે બાદ મહિલા પોલિટેક્નિક કોલેજના સંચાલકોએ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી અને જવાબ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરીશું તેવી વાત કરી. જો કે કેસ આવ્યા બાદ તમામ ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફના કોરોના ટેસ્ટ કરાયા છે.
Continues below advertisement
Tags :
Covid-19 Coronavirus Gujarat University Corona Vaccine Corona Guidelines Corona Update COVID-19 Corona Case Update 11 Covid Cases