અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતા સિવિલમાં ડોક્ટર-સ્ટાફની રજાઓને લઇને શું લેવાયો મોટો નિર્ણય?
Continues below advertisement
કોરોનાના વધતાં જતા સંક્રમણને પગલે દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફની રજાઓ રદ કરવામાં આવી છે. છેલ્લા 2 દિવસથી કોરોનાના ગંભીર દર્દીઓની સંખ્યા વધી રહી છે. રોજના 50થી વધુ કેસો આવી રહ્યા છે. તેવામાં દર્દીઓના ઘસારાને જોતા અલગ અલગ પાળીમાં તબીબોને હોસ્પિટલ બોલાવવામાં આવશે. દિવાળીના પાંચ દિવસ અને દેવ દિવાળી સુધી કોરોના વોરિયર્સ ફરજ પર હાજર રહે તે પ્રકારે આયોજન કરાયું છે.
Continues below advertisement