અમદાવાદ મનપાએ શહેરમાં ગેરકાયદે બાંધકામ સામે શરૂ કરી કાર્યવાહી, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદમાં રાણીપ ચાંદલોડિયા,ન્યુ રાણીપ હીરાવાડી વિસ્તારોમાં ઉભા થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાયા હતા. ગયા વર્ષે એસ્ટેટ વિભાગે દૂર કરેલા ગેરકાયદે દબાણ બાદ પુનઃ થયેલા દબાણ દૂર કરવા AMC દ્વારા આક્રમક કામગીરી શરૂ કરવામાં આવી હતી. શહેરના સાત ઝોનમાં એસ્ટેટ વિભાગની ટીમોએ રહેણાક અને કમર્શિયલ એકમો જ્યાં ગેરકાયદે દબાણ ઉભા થયા હતા ત્યાં બાંધકામ તોડી પાડવાની કામગીરી કરી હતી. લોકડાઉન બાદ મ્યુનિસિપલ કમિશનરે ગેરકાયદે બાંધકામ તોડી પાડવા અંગે આપેલી સૂચના બાદ એસ્ટેટ વિભાગે કડક કાર્યવાહી કરી હતી. ન્યુ રાણીપ વિસ્તારમાં આનંદ પાર્ટી પ્લોટ સામે આવેલા મકાનમાં શાળા શરૂ કરવાના હેતુથી લગાવવામાં આવેલો શેડ પણ તોડી પાડવામાં આવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram