Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

Continues below advertisement

અમદાવાદના બોડકદેવમાં ફિલ્મી ઢબે વ્યક્તિને મોત ઘાટ ઉતારાયો. વર્ષ 2002માં પિતાની હત્યાનો બદલો લેવા ગોપાલસિંહ ભાટીએ સાયકલ સવારને જીપથી કચડ્યો. બોડકદેવ પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદ પોલીસની ફરી એકવાર પ્રસંશનીય કામગીરી સામે આવી છે. તાજેતરમાં જ અમદાવાદમાં થયેલા એક અકસ્માત બાદ એક મર્ડર કેસનો મામલો ખુલ્યો હતો, જેમાં આરોપી જુની અદાવત રાખીને હત્યા કેસને અંજામ આપ્યો હતો, આ મામલામાં અમદાવાદની 'એન' ટ્રાફિક આરોપીને ઝડપી પાડ્યો હતો, અને બોડકદેવ પોલીસને સોંપ્યો હતો. આ સમગ્ર ઘટના રાજસ્થાનના એક મર્ડર કેસ સાથે જોડાયેલી જુની અદાવતને લઇને ઘટી છે. 

અમદાવાદના બૉડકેદવ 'એન' ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ગત 1લી ઓક્ટોબરે બૉડકદેવ જ્ઞાનબાગ પાર્ટી પ્લૉટ સામેના રસ્તા પર એક અકસ્માત સર્જાયો હતો, જેમાં એ બૉલેરો કાર ચાલકે પૂરપાટ ઝડપે પોતાની કાર દોડાવીને એક શખ્સને ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપી બૉલરો ચાલક જેનુ નામ ગોપાલસિંહ હરીસિંહ ભાટી છે જેને એક જુની અદાવતમાં મૂળ રાજસ્થાનના રહેવાસી 30 વર્ષીય નખતસિંહ અર્જૂનસિંહ ભાટીની સાયકલને પાછળથી ટક્કર મારી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram