Ahmdabad Protest | અમદાવાદના વેપારીઓએ 45 દિવસમાં પેમેન્ટના નિયમ સામે નોંધાવ્યો વિરોધ
Ahmdabad Protest | કેન્દ્ર સરકારના નાણાં વિભાગ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને લઈને હોલસેલ અને રિટેઇલ વેપારીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારના નાણા વિભાગ MSME એક્ટ ની કલમ ૪૩ બી એચ અંતર્ગત દ્વારા હોલસેલ વેપારી સંદર્ભે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પ્રમાણે જો કોઈ રિટેલ વેપારી હોલસેલ વેપારીને 45 દિવસમાં લીધેલ માલ - સામાન ના બાકીના નાણાં ન ચૂકવે તો તેને નાણાં ચૂકવાઇ ગયેલ હોવાનું માનીને તેના પર ઇન્કમટેક્સ લેવાની જોગવાઈ કરી છે.જેને લઇને વેપારીઓમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે. જે સંદર્ભે અમદાવાદના રેલીફ રોડ ખાતે આવેલ ઇલેક્ટ્રોનિક માર્કેટના વેપારીઓ એ વિરોધ નોંધાવ્યો વેપારીઓ નો તર્ક છે કે જ્યારે કોઈ વસ્તુ મેન્યુફેક્ચરિંગ થયા બાદ હોલસેલ વેપારી પાસે પહોંચે છે. હોલસેલથી રિટેલ વેપારી અને રીટેલ વેપારી થી ગ્રાહક પાસે પહોંચતી હોય છે. આ દરમિયાન રિટેઇલ વેપારી હોલસેલ વેપારીના પેમેન્ટમાં કેટલીક વાર 90 દિવસથી વધારે નો સમય પેમેન્ટની લેવડદેવડમાં લાગતી થવાની વાત હોલસેલ વેપારીઓ કહી રહ્યા છે જેથી જો 45 દિવસમાં પેમેન્ટ ને લગતા કાયદામાં હોલસેલ વેપારીઓને ભારે નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વિનંતી કરતા પોસ્ટર સાથે રીલીફ રોડ પર વેપારીઓએ વીરોધ નોંધાવ્યો.