અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ નોંધાયા?

Continues below advertisement

અમદાવાદમાં કોરોનાનું સતત સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદમાં સતત નવમાં દિવસે કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અમદાવાદમાં કોરોનાના નવા 332 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 10 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. અમદાવાદમા કોરોના સંક્રમિતોની સંખ્યા 49 હજારને પાર પહોંચી ગઈ છે.. તો અમદાવાદ શહેરમાં મૃત્યુઆંક 1983 પર પહોંચી ગયો.. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા સુરતથી 30 વેંટીલેટર અને બે ઓક્સિજન ટેંક મંગાવવામાં આવી. સાથે જ સુરતથી બે સિનિયર તબીબોને નવી હોસ્પિટલમાં ડેપ્યુટેશન પર મોકલવામા આવ્યા હતા. અમદાવાદમાં સંક્રમણ વધતા 30 વેંટીલેટર અને 986 કિલોલીટરની બે ઓક્સિજન ટેંક અમદાવાદની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram