Ahmedabad: ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરના રૂમ નંબર-9માંથી કોરોના ટેસ્ટિંગ કિટની ચોરી
Continues below advertisement
અમદાવાદ (Ahmedabad) માં કોરોના (corona) ના વધતા સંક્રમણ વચ્ચે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઘાટલોડિયા અર્બન હેલ્થ સેન્ટરના રૂમ નંબર 9માંથી કોરોના ટેસ્ટિંગની કિટ (Corona Test Kit) ની ચોરી થઈ છે. 24 તારીખે બપોરે બે વાગ્યાની આસપાસ અજાણ્યા શખ્સ ટેસ્ટિંગ કિટના 16 બોક્સની ચોરી કરી ફરાર થયો. ઘાટલોડિયા વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર આવેલું છે જ્યાં કોરોનાના ટેસ્ટિંગ માટે કીટ લાવીને રાખવામાં આવે છે. ઘાટલોડિયા વોર્ડ અને આસપાસના વિસ્તારોમાં ઉભા કરવામાં આવેલા ડોમમાં આ કીટ હેલ્થ સેન્ટર પરથી પહોંચાડવામાં આવે છે
Continues below advertisement