મંજૂરી વિના કોરોનાના દર્દીઓની સારવાર કરતી અમદાવાદની આ હોસ્પિટલને કરાઇ સીલ
Continues below advertisement
અમદાવાદ મનપાની મંજૂરી વિના કોરોનાના દર્દીની સારવાર કરતી નરોડાની આત્મીય હૉસ્પિટલ સીલ કરાઇ હતી. મનપાના હેલ્થ વિભાગને બુધવારે આત્મીય હોસ્પિટલ વિના મંજૂરીએ ચાલતી હોવાની ફરિયાદ મળી હતી. જેના આધારે હેલ્થ ઓફિસરની ટીમે તપાસ કરી. તપાસમાં ઘટસ્ફોટ થયો કે આ હોસ્પિટલમાં કોરોના માટેના એન્ટિજન કે આરટીપીસીઆર ટેસ્ટથી પોઝિટિવ આવેલા દર્દીઓને દાખલ કરાતા ન હતા.સાથે જ હોસ્પિટલના ફોર્મસીમાં 6 બેડની ક્ષમતા હતા જ્યારે તેના કરતાં વધુ દર્દીઓને દાખલ કરાતા હોસ્પિટલ સીલ કરાઈ છે.
Continues below advertisement