અમદાવાદઃ પ્રહલાદનગરના KFCમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતા મનપાએ કર્યું સીલ

Continues below advertisement
દિવાળી પછી શહેરમાં કોરોનાનું સંક્રમણ વધતા તંત્ર હરકતમાં આવી ગયું છે. તેમજ કોરોનાના કેસો પર નિયંત્રણ માટે પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. આ જ પ્રક્રિયાને પગલે શહેરના પ્રહલાદનગર ખાતે આવેલા કેએફસીને કોર્પોરેશને સીલ મારી દીધું છે. સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોવાથી કોર્પોરેશને કાર્યવાહી કરી છે અને કેએફસીને સીલ મારી દીધું છે.

આ મામલે કેએફસીએ નિવેદન આપ્યું છે કે, અમે જમીનના કાયદા માટે સર્વોચ્ચ સમ્માન રાખે છે અને સરકારના તમામ નિયમો અને રેગ્યુલેશનનું પાલન કરે છે. અમને આ ઘટનાની જાણ કરવામાં આવી છે અને સંબંધિત ટીમો અધિકારીઓ સાથે મળીને કામ કરી રહી છે. સ્થાનિક અધિકારીઓના નિર્દેશનનું સમ્માન કરતાં, અમે અસ્થાયી રૂપે રેસ્ટોરન્ટ બંધ કરી રહ્યા છીએ. અમારા ગ્રાહકોને થતી કોઈપણ અસુવિધા બદલ અમે દિલગીર છીએ.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram