Ahmedabad: મનપા કમિશનરે નાના ગેમઝોનનો સર્વે કરી અધિકારીઓને બે દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો

Continues below advertisement

રાજકોટ અગ્નિકાંડ બાદ હવે અમદાવાદ મહાપાલિકાના સત્તાધીશો આવ્યા છે ભીંસમાં. ત્યારે અમદાવાદમાં પબ્લિક ગેધરિંગના સ્થળ આઈન્ડેટિફાય કરી આવા વિસ્તારો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીજર બનાવી તેનો અમલ કરવા મહાપાલિકા કમિશનરે આદેશ કર્યો છે. વિવિધ વિસ્તારમાં આવેલા 42 જેટલા ગેમઝોનની તપાસ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તરફથી કરવામાં આવી. તપાસ સમયે બિલ્ડીંગ યુઝ પરમિશન વગરના બિલ્ડીંગમાં ધમધમી રહેલા જે-તે વોર્ડ ઈન્સપેકટરનો મહાપાલિકા પ્રશાસને ખુલાસો માગ્યો છે. તપાસમાં સાત ગેમઝોન પાસે ફાયર એન.ઓ.સી.હોવા છતાં સ્મોક વેન્ટિલેશન ઉપરાંત એકઝિટ એન્ટ્રી સહિતની અન્ય ત્રુટીઓ જોવા મળતા બીજી સુચના ના મળે ત્યાં સુધી મનપાએ બંધ કરાવી દીધા છે. આ ઉપરાંત મહાપાલિકા કમિશનર એમ. થેન્નારસને શહેરના તમામ સાત ઝોનમાં જ્યાં લોકોની ભીડ વધુ સંખ્યામાં જોવા મળતી હોય તેવા વિસ્તારોનો સર્વે કરી એક SOP બનાવી તેનો તાત્કાલિક અમલ કરાવવા આદેશ કર્યો. તો બિલ્ડીંગ યુઝ પરમિશન વગરના બિલ્ડીંગમાં ગેમઝોન ચાલતા હોવાની બાબત બહાર આવતા પણ એસ્ટેટ વિભાગના અધિકારીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી. આ તરફ કેટલાક ગેમઝોનની તપાસમાં સામે આવ્યું કે રાઈડ્સમાં જરૂરી હોવા છતા RCC ફાઉન્ડેશન કરવામાં આવ્યું ન હતું. આ ઉપરાંત સિવિલ ફાઉન્ડેશન સ્ટ્રેન્થ સર્ટિફિકેટ પણ નહીં મેળવાયાનું ધ્યાને આવ્યું. તો સાઉથ બોપલમાં જોયબોક્સ નામના ગેમઝોન તો કોઈ પણ જાતની મંજૂરી સિવાય જ ચાલુ કરી દેવાયાનું સામે આવ્યું. આવી જ રીતે ગોતામાં આવેલા ફનગ્રીટો ગેમઝોન બિલ્ડીંગ યુઝ પરમિશન વગર અને પ્લાન પાસ કરાવવામાં ન આવ્યો હોવા છતા ચાલુ કરી દેવાયા. તો મહાપાલિકા કમિશનરે નાના ગેમઝોનનો સર્વે કરી અધિકારીઓને બે દિવસમાં રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram