Ahmedabad News | લખુડી વિસ્તારમાં ઝુપડાવાસીઓ માટે મકાનની સ્કીમમાં ભ્રષ્ટાચારના કેસમાં શું કર્યો કોર્ટે આદેશ?

Continues below advertisement

Ahmedabad News | અમદાવાદમાં લખુડી તલાવડી પાસે બિલ્ડર અને AMC અધિકારીઓના કથિત ભષ્ટ્રાચારનો વિવાદિત કેસ. અધિકારીઓ-કર્મચારીઓના મેળાપીપણામાં સ્થાનિક વિસ્થાપિતોને આવાસ ફાળવણીમાં થયેલ ગેરરીતિના કૌભાંડમાં થયેલ તપાસ અંગે કોર્ટનો હુકમ. એન્ટી કરપ્શન બ્યુરો તરફથી ગુનો બનતો નહી હોવા અંગે કોર્ટમાં રજૂ કરેલો સી સમરી રિપોર્ટ કોર્ટે ફગાવ્યો. એસીબી સ્પેશ્યલ કોર્ટે એસીબીનો રિપોર્ટ કર્યો નામંજૂર. કોર્ટે આ સમગ્ર પ્રકરણમાં વધુ તપાસનો આદેશ જારી કર્યો. ફરિયાદ પક્ષની રજૂઆત મુજબ ટીડીઆર ₹૧,૩૨,૦૪,૦૦,૬૪૦ અંગે પણ તપાસ કરવા કોર્ટે એસીબીને ફરમાન કર્યું. જે અધિકારીઓ-કર્મચારીઓને આ ગેરરીતિમાં જવાબદાર જણાવાયા છે તે મુદ્દે પણ તપાસ કરવા તપાસનીશ એજ્ન્સીને આદેશ. એક જ પરિવારના સભ્યોના નામ હોય ત્યાં એક કરતાં વધારે મકાનની ફાળવણી થયેલ હોય અથવા લાભાર્થી સિવાયના અન્ય વ્યકિતઓને મકાનની ફાળવણી થયેલ હોઇ તે અંગેની યાદી ફરિયાદીએ પોતાની ફરિયાદ સાથે રજૂ કરેલ હોઇ તે અંગે પણ તપાસનીશ એજન્સીએ તપાસ કરવી. 350 પરિવારોના મુદ્દે કોર્ટનો નિર્ણય.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram