Ahmedabad News: નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના નરોડા-કૃષ્ણનગરમાં તોડફોડ કેસમાં કુખ્યાત ધમા બારડની ધરપકડ.... નર્મદાની કેવડિયાની હોટલમાં છૂપાયેલા ધમા બારડને પોલીસે પકડ્યો. ધમા પર બાળકના અપહરણ અને માર મારવાનો આરોપ
અમદાવાદના નરોડા કૃષ્ણનગર રોડ પર તોડફોડ કરવાના કેસમાં પોલીસે આરોપીની કરી ધરપકડ. કૃષ્ણનગર પોલીસે કુખ્યાત ધમા બારડની ધરપકડ કરી. નર્મદાના કેવડિયાની હોટલમાંથી ધમા બારડની કરાઈ ધરપકડ. કિશોર રાઠોડના પુત્રનું અપહરણ કરી માર મારવાનો કુખ્યાત ધમા બારડ પર છે આરોપ.
નોંધનીય છે કે, થોડા દિવસ પેહલા અજિતસિંહ તેની હોટેલથી ઘરે જઈ રહ્યો હતો તે સમયે ગાડીની ડીપર કેમ મારી તેમ કહી મર્સિડિઝ ચાલાક ધમા બારડ દ્વારા તકરાર કરવામાં આવી હતી અને અજિત સિંહનું અપહરણ કરી તેને ઢોર માર માર્યો હતો. બુટલેગરના દીકરાનું અપહરણ બાદ પિતાએ કૃષ્ણનગર અને નરોડા વિસ્તાર બાનમાં લીધો હતો. દીકરાનું અપહરણ થયું છે તે વાતની જાણ થતાં પિતા કિશોરસિંહ રાઠોડ થકી અસારવા અને શાહીબાગ વિસ્તારમાં કેટલાક અસમાજિક તત્વોએ મોડી રાત્રે કૃષ્ણનગર અને નરોડા વિસ્તારને બાનમાં લીધો હતો. કુખ્યાત ધમા બારડ સહિત વિસ્તારમાં અન્ય લોકોની ગાડીઓના કાચ ફોડી નાખ્યા અને સમગ્ર વિસ્તારમાં અરાજકતા ફેલાવી હતી.