Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?

Continues below advertisement

Ahmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?

આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત કરવામાં આવ્યું છે. આ મામલે અમદાવાદ પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું હતું. જેમાં આદેશ કરવામાં આવ્યો હતો કે, 1 જાન્યુઆરી 2025 એટલે કે આજથી રિક્ષામાં ફરજિયાત ડિજિટલ મીટર લગાવવાનું રહેશે. જો કે, તેની અમલવારી માત્ર કાગળ પર દેખાઈ રહી છે. અમદાવાદના મણિનગર રેલવે સ્ટેશન પર આવતી રિક્ષામાં ડિજિટલ મીટર જોવા મળ્યું ન હતું.

રિક્ષાચાલકોનું કહેવું છે કે, મુસાફરો જ નથી ઈચ્છતા કે તેઓ મીટરથી પોતાના નિર્ધારિત સ્થળ પર પહોંચે. ગ્રાહકો ઉચ્ચક રૂપિયામાં ભાડું ચૂકવવાનો આગ્રહ રાખે છે. તો કેટલાક રિક્ષાચાલકોનું કહેવું છે કે, બજારોમાં તેમને ડિજિટલ મીટર પણ મળી રહ્યા નથી. રિક્ષાચાલકો માંગ કરી હતી કે ડિજિટલ મીટર લગાવવા માટે તેમને વધુ સમય આપવામાં આવે. અમદાવાદ પોલીસ કમિશનરનું જાહેરનામું આજથી અમલમાં આવ્યું છે. ઓટો રિક્ષા એસોસિએશને મીટર ફરજિયાતના નિર્ણયને આવકાર્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram