Ahmedabad:બાબા સાહેબની મૂર્તિને ખંડિત કરવાના મામલે લોકોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન
Continues below advertisement
23 ડિસેમ્બરના રોજ અમદાવાદના ખોખરા વિસ્તારમાં કે. કા શાસ્ત્રી કોલેજ સામે જયંતિ વકીલની ચાલીની બહાર આવેલી ડો. બાબાસાહેબ આંબેડરની પ્રતિમાને અસામાજીક તત્ત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી. ત્યારે આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યાં હતા. આરોપીઓની ધરપકડ કરવાની માગ સાથે ધરણા પર બેઠેલા લોકો બીજા દિવસે પણ ધરણા પર બેઠા હતા.
ત્યારે બીજી દિવસે 24 ડિસેમ્બરના રોજ મંગળવારે ખોખરા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેમાં 100 થી વધુ લોકોના ટોળાએ ખોખરા વિસ્તારમાં આવેલ દુકાનો બંધ કરાવી હતી. ઉપરાંત આ વિસ્તારમાં આવેલ રાધે મોલને પણ બંધ કરાવ્યો હતો. ત્યાર ઉગ્ર થયેલા લોકોએ 300 થી વધારે દુકાનોના શટર પડાવ્યા હતા. ત્યારે આ ઘટનાને લઇ ટ્રાફિક જામ સર્જાતા પોલીસને માર્ગ ડાયવર્ટ કરવાનો વારો આવ્યો હતો..
Continues below advertisement