Ahmedabad Rain | રસ્તા પર ખાડારાજને લઈને થયું રાજકારણ શરૂ, જાણો શું કહ્યું કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે?
અમદાવાદમાં પડી રહેલા ખાડા અને ભુવાને લઈને રાજકારણ શરૂ થયું છે... ખાડાની પોસ્ટ કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પોસ્ટ કરી હતી.. તેમણેકહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ થવી જ ન જોઈએ...આ પ્રકારની ઘટનાઓની જવાબદારી તંત્રની છે સરકારની છે...આ ઘટના પાછળ મોટો ભ્રષ્ટાચાર છે... માત્રને માત્ર ધરણીધર વિસ્તારમાંથી જ મને આ માહિતી મળી છે...
ધરણીધર બ્રિજથી માણેકબાગ જવાના માર્ગ ઉપર ગુરુવારે રોડ બેસી ગયો હોવાના ફોટા સ્થાનિકોએ સોશ્યલ મીડિયા પર વાયરલ કર્યા હતા.જે બાદ સાંજે AMC એ બેરીકેટ કર્યું.બેરીકેટિંગ બાદ રોડ બેસી જવાની ઘટના બની.અંદાજે 8 ફૂટ ઊંડો ખાડો પડવાની દહેશત AMC એ પહેલાં જ વ્યક્ત કરી હતી.એક વર્ષ સુધી ચાલતી સિવર વોટર લાઈન નાખવાની કામગીરીના પગલે રોડ બેસવાની આશંકા વ્યક્ત કરાઇ હતી.આ તરફ રોડ બેસવા મામલે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ આમને સામને આવ્યા હતા.જેમાં કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર રોડ બેસવાની ચેતવણી આપી તો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે વળતો જવાબ આપતા કહ્યું બેરીકેટિંગ થયું છે....