Ahmedabad School | અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલ બહાર વાલીઓનો વિરોધ
Continues below advertisement
Ahmedabad School | અમદાવાદની જૂની અને જાણીતી આશ્રમ રોડ સ્થિત માઉન્ટ કાર્મેલ સ્કૂલ અન્ય જગ્યાએ ખસેડવા ના નિર્ણય બાદ વાલીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. શાળાનું ૮૪ વર્ષ જૂની બિલ્ડીંગના સ્ટ્રક્ચર રિપોર્ટમાં શાળા ભયજનક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેથી શાળા દ્વારા વાલીઓએ સંસ્થાની અન્ય શાળામાં ખસેડવામાં માટે કવાયત હાથ ધરવામાં આવી છે. જેને લઇને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓનો આક્ષેપ છે કે ગયા વર્ષે શાળાની પાછળ નુ બિલ્ડિંગ કે જ્યાં ધોરણ ૫ થી ૮ ધોરણ ચાલે છે, ત્યાંનું બિલ્ડીંગ ભયજનક છે. જેથી મોર્નિંગ શિફ્ટ નૂનની કરવામાં આવીઅને કહેવામાં આવ્યું હતું કે મુખ્ય બિલ્ડીંગનું સ્ટ્રક્ચર યોગ્ય છે. જૉકે હવે એકાએક સ્ટ્રક્ચરમાં ખામી હોવાની વાત કહેવામાં આવી રહી છે. નવરંગપુરા કેમ્પસમાં બે બિલ્ડિંગ કાર્યરત છે જેમાં ધોરણ પાંચ થી 12 અને પૂર્વ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળાના નિર્ણય બાબતે વાલીઓને બોલાવીને જાણ કરવામાં આવેલી છે પરંતુ વાલીઓમાં આ નિર્ણય સામે ભારે આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે, વાલીઓનો એ ભય સતાવી રહ્યો છે કે શાળા સંચાલકો શાળા બંધ કરી દેવાના ફિરાકમાં છે.આ મામલે શાળા સંચાલકો પણ મગનું નામ મરી પાડવા તૈયાર નથી, એટલે કે શાળા ચાલુ રહેશે કે બંધ કે અંગે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. શાળા સંચાલકોનો દાવો છે કે શાળાનું બિલ્ડિંગ 84 વર્ષ જૂનું છે જેથી તેનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. શાળાનું બાંધકામ તોડ્યા બાદ ફરીથી શાળા બનાવવી કે અન્ય કોઈ કામગીરી માટે ઉપયોગમાં લેવાશે તે નિર્ણય કમિટી દ્વારા લેવામાં આવશે તેઓ પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
Continues below advertisement