Ahmedabad Smart Parking | અમદાવાદના સિંધુ ભવન રોડ પર શરૂ થઈ સ્માર્ટ પાર્કિંગ સેવા
Continues below advertisement
Ahmedabad Smart Parking | શહેરમાં ચાલતા પે એન્ડ પાર્કની ઝંઝટમાંથી જલ્દી મળી શકે છે મુક્તિ.અમદાવાદના સિન્ધુભવન માર્ગ ઉપર પાયલોટ પ્રોજેકટ તરીકે લગાવવામાં આવ્યું છે ડીવાઇઝ.સ્માર્ટ પાર્કિંગ નામના આ ડિવાઇઝમાં કારચાલક વાહન પાર્ક કરશે તે સમય અને કાર ખસેડશે તે સમય આપોઆપ નોંધાઈ જશે.જે બાદ મોબાઇલમાં qr કોર્ડ સ્કેન કર્યા બાદ નાણાંની રકમ ફોનમાં દર્શાવવામાં આવશે.ગાડી પાર્ક કરવાના ચાર મિનિટ સુધી આ સુવિધા નિઃશુલ્ક રહેશે.તે બાદ ડીવાઇઝમાં લગાવવામાં આવેલ બેરીયર આપોઆપ અધ્ધર થતા ગાડી લોક થશે.નાણાં ડિજિટલ પદ્ધતિથી ચૂકવ્યા બાદ બેરીયર નીચે જતા વાહનચાલક ગાડી ખસેડી શકશે.પાયલોટ પ્રોજેકટ તરીકે આ વ્યવસ્થા સિન્ધુભવન ખાતે શરૂ કરાઇ છે.જે બાદ મંજૂરી મળતા આગામી સ્થળોએ ડીવાઇઝ લગાવવા કવાયત હાથ ધરવામાં આવશે
Continues below advertisement