અમદાવાદઃ દશેરામાં ઓટો સેક્ટરમાં તેજી, ગયા વર્ષની તુલનાએ વધુ વાહનો વેચાયા
Continues below advertisement
દશેરામાં ઓટો સેક્ટરમાં તેજી જોવા મળી હતી. ગયા વર્ષની તુલનાએ આ વર્ષે વધુ વાહનો વેચાયા હતા. અમદાવાદ હાઇવે પર સ્થિત એક ફોર વ્હીલર શોરૂમ સંચાલકનું માનીએ તો દર વર્ષે દશેરાના દિવસે 60 જેટલી ગાડીઓ ડીલેવરી કરતા હોય છે, પરંતુ આજે કોરોનાના સમયમાં તેઓએ 100 જેટલી કારની ડિલિવરી કરી રહ્યા છે. અલગ અલગ કંપનીના ટુ વ્હીલર અને ફોર વ્હીલર શોરૂમ પર પણ કંઈક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. લોકો પણ હવે કોરોનાકાળમાં સુરક્ષિત રહેવા પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ ટાળવા પર્સનલ વાહન ખરીદી રહ્યા હોવાનું ખરીદનાર અને શો રૂમ સંચાલકો કહી રહ્યા છે
Continues below advertisement