Ahmedabad News : GSTના અધિકારીઓ સામે અમદાવાદના વેપારી મહાસંગઠને ગંભીર આક્ષેપ કર્યો
Continues below advertisement
વેપારીઓએ જીએસટીના અધિકારીઓ ખોટી રીતે હેરાન કરીને તોડ કરતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેઓ cbi જીએસટી કમિશનર અને વિજિલન્સને ફરિયાદ કરશે તેવી જિંદગી ઉચ્ચારી છે.
GSTના અધિકારીઓ ખોટી રીતે હેરાન કરી વેપારીઓ પાસેથી તોડ કરતા હોવાનો આરોપ. અમદાવાદ વેપારી મહાસંગઠને આ મુદ્દે મંગળવારે બંધ પાડવાની ચીમકી ઉચ્ચારી. જીએસટીના અધિકારીઓ તપાસના નામે નાના-મોટા વેપારીઓને હેરાન કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. સાથે જ અધિકારીઓ તપાસના બહાને આખો દિવસ મોબાઇલ અને લાઈટ બંધ કરાવીને હેરાન કરતા હોવાનો પણ આરોપ વેપારી મહાસંગઠને લગાવ્યો છે. વેપારીઓએ કરેલા વ્યવહારોને લઈ જીએસટી ચોરીની મોટી રકમ બતાવીને ડરાવવાનો પ્રયાસ કરતા હોવાનો પણ દાવો કરાયો.. જેને લઈ અધિકારીઓ સામે વિજિલન્સ તપાસ ન થાય ત્યાં સુધી બંધ પાડવાની પણ મહાસંગઠને ચીમકી ઉચ્ચારી.
Continues below advertisement
Tags :
Ahmedabad News