Ahmedabad Weather Update: હજુ આગામી 6 દિવસ અગનવર્ષામાં શેકાવા માટે નાગરિકો થઈ જજો તૈયાર

Continues below advertisement

હજુ આગામી છ દિવસ અગનવર્ષામાં શેકાવા માટે અમદાવાદના નાગરિકો થઈ જજો તૈયાર. છ દિવસ સુધી અમદાવાદમાં ગરમીથી રાહત મળવાના કોઈ સંકેત નથી. અમદાવાદમાં આજે અને આવતીકાલ એમ બે દિવસ ગરમીને લઈને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. 20 અને અને 21 મેના રોજ અમદાવાદમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે વ્યક્ત કરેલી મુજબ આગામી છ દિવસ અમદાવાદનું મહત્તમ તાપમાન 43થી 44 ડિગ્રીની આસપાસ રહી શકે છે. અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં જ મહત્તમ અને લઘુતમ તાપમાનનો પારો 4.6 ડિગ્રી ઉંચકાતા દિવસની સાથે સાથે રાત્રે પણ ગરમીનો પ્રકોપ વધ્યો છે. હાલની સ્થિતિએ અમદાવાદ શહેરમાં દિવસનું મહત્તમ તાપમાન 2.2 ડિગ્રી જ્યારે રાતનું તાપમાન 3.5 ડિગ્રી વધુ નોંધાયું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram