Amit Shah | લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદના લોકોને અમિત શાહે આપી વિકાસ કામોની ભેટ

Continues below advertisement

Amit Shah | કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે અમદાવાદ મહાનગરપાલિકાના કુલ ₹ ૧૯૫૦ કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રીના હસ્તે ૯૨૫૦ આવાસનો ડ્રો, ₹૮૯૧ કરોડના ખર્ચે ૪૩ પ્રજાલક્ષી કાર્યોનું ઈ- લોકાર્પણ, ₹ ૧૦૫૯ કરોડના ખર્ચે ૨૬ પ્રજાલક્ષી કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અમિત શાહે જણાવ્યું હતું કે,ગુજરાતથી જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૧થી લોકાભિમુખ અને સર્વાંગી વિકાસની પરંપરા શરૂ કરી હતી. જેને શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને અમદાવાદ મહાનગરપાલિકાએ તેજ ગતિએ આગળ ધપાવી છે.
 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram