અમદાવાદ શાહીબાગ BAPS મંદિરમાં અન્નકુટ દર્શનનું કરાયું આયોજન

Continues below advertisement

શાહીબાગ વિસ્તારના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે પણ અન્નકુટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે આ દર્શનની વિશેષતા એ હતી કે લોકોની એકીસાથે ભીડ એકઠી ન થાય તે માટે ખૂબ જ તકેદારી સાથે ઉદાહરણરૂપ સાબિત થાય એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી. એટલે કે અમદાવાદના અલગ વિસ્તારના ભક્તજનોને સમય મુજબ બોલાવવામાં આવ્યા. જે તે વિસ્તારના લોકોને એક એક કલાકનો સમય આપવામાં આવ્યો. આ સમય દરમ્યાન એ વિસ્તારના લોકો દર્શન માટે આવ્યા. દર વર્ષે અહીં અંદાજે ૧ હજાર જેટલી વાનગીઓનો અન્નકૂટ થાય છે. પરંતુ આ વખતે સાદાઈથી મર્યાદિત વાનગીઓ સાથે અનોખું આયોજન કરવામાં આવ્યું.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram