Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના માણેકચોકમાં નકલી નોટ ઝડપાઈ ઝડપાઈ. નકલી નોટ પર અનુપમ ખેરનો ફોટો લગાવી સોનું ખરીદવાના કાવતરાનો થયો પર્દાફાશ. 100 ગ્રામ સોના માટે 1.60 કરોડનો લગાડ્યો ચૂનો. માણેકચોકના મેહુલ ઠક્કર નામના વેપારીને પધરાવી નકલી નોટ
ગુજરાતના અમદાવાદમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં નોટ પર ગાંધીજીના બદલે હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર અનુપમ ખેરની તસવીર જોવા મળી.અમદાવાદ પોલીસે આવી હજારો રૂપિયાની 500ની નોટો જપ્ત કરી છે, જેની કુલ રકમ 1 કરોડ 60 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે.
એટલું જ નહીં નોટ પર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના બદલે 'રિઝોલ બેંક ઓફ ઈન્ડિયા' લખેલું છે. આ નકલી નોટોનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હવે ખુદ અનુપમ ખેરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની પ્રિન્ટેડ નોટનો ફોટો શેર કર્યો છે.