સી-પ્લેનની મુસાફરી કરવા માંગો છો? જાણો કેવી રીતે ઓનલાઇન ટિકીટ બુક કરશો?

Continues below advertisement
વડાપ્રધાન નરેંદ્ર મોદીના હસ્તે કેવડિયાથી અમદાવાદ સુધીની દેશની પ્રથમ સી-પ્લેન સેવાનો પ્રારંભ કરવામાં  આવ્યો હતો. સી-પ્લેનના પ્રથમ મુસાફર તરીકે વડાપ્રધાને  મુસાફરી કરી હતી. સી-પ્લેન માટે સાબરમતી રિવરફ્રંટ અને સરદાર સરોવર ડેમ ખાતે વોટર એરોડ્રામ તૈયાર કરાયા હતા. સી-પ્લેનના માધ્યમથી અમદાવાદથી કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર માત્ર 45 મિનિટમાં કાપી શકાશે. સી-પ્લેનનું એક તરફનું ભાડું 1 હજાર 500 રહેશે. આવન-જાવન માટે 3 હજાર રૂપિયા ચૂકવવા પડશે. સી-પ્લેનની મુસાફરી માટે WWW.SPICESHUTTELE.COM પરથી ઓનલાઇન ટિકીટ લઇ શકાશે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram