Bopal Fire News: આગના રેસ્ક્યુ દરમિયાન એકનું મોત, 23 લોકો સારવાર હેઠળ Abp Asmita
શુક્રવારે અમદાવાદના બોપલમાં આગની ઘટનાથી દોડધામ મચી ગઇ હતી. આગમાં ફસાયેલા 200 લોકોનું રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા, 22 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે કમનસીબે મીનાબેન શાહ નામની એક મહિલાનું રેસ્ક્યુ દરમિયાન જ મૃત્યુ થયુ છે. મળતી માહિતી મુજબ આ મહિલાને હાર્ટમાં બ્લોકેજ હોવાથી સ્ટેન્ટ મૂકાયુ હતું, રેસ્ક્યુ દરમિયાન તેમની તબિયત વધુ ગંભીર બનતા મોત નિપજ્યું છે. મીનાબેનના પતિ કમલેશ શાહને પણ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ઉપરાંત 8 થી 10 વર્ષની એક બાળકી પણ આઇસીયુમાં સારવાર હેઠળ છે. ઉલ્લેખનિય છે કે, મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ હોવાના કારણે હોસ્પિટલ ખસેડાયા છે, આગના કારણે કોઈ દઝ્યું કે ઇજાગ્રસ્ત ન હોવાનો ચેરમેને દાવો કર્યો છે. M બ્લોકના 8માં માળે લાગેલી આગ 21માં માળ સુધી પ્રસરી હતી,ઘટના બાદ હાલ M બ્લોક સંપૂર્ણ બંધ કરવામાં આવ્યો છે . M બ્લોક ના લોકોની રહેવા અને જમવાની વ્યવસ્થા સોસાયટી દ્વારા કરવામાં આવી છે.