C.R. પાટીલે કહ્યું, MLA આશાબેનની તબિયત ક્રિટિકલ નહીં પણ અતિ ક્રિટિકલ થઈ ગઈ છે એટલે......જુઓ વીડિયો

Continues below advertisement

ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલની તબિયત અતિશય ગંભીર થઈ રહી છે. ગઈકાલ સાંજથી આજ સવારના દસ વાગ્યા સુધી આશાબેનની તબિયતમાં સુધારો જોવા મળી રહ્યો હતો. પરંતુ ત્યાર બાદ ફરી એકવાર તેમની તબિયત વધુ લથડી છે. આશાબેનના સ્વાસ્થ્યના ખબર અંતર પૂછવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ
આરોગ્ય મંત્રી નીતિન પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે પોણા બાર વાગ્યે ઝાયડસ પહોંચ્યા હતા. તબીબો સાથે કરેલી વાતચીતનો હવાલો આપી સી.આર.પાટીલે સ્પષ્ટ કર્યુ છે કે હાલની સ્થિતિએ આશાબેનના સ્વાસ્થ્યની સ્થિતિ કાબુ બહારની છે. આશાબેનના સ્વાસ્થ્ય માટે રાજ્યભરમાં પ્રાર્થના થઈ રહી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram