Gujarat High Court Advocate Association Elections | મતદાર વકીલો સુધી પહોંચવા માટે ઉમેદવારોનું એડીચોટીનું જોર
Gujarat High Court Advocate Association Elections | ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિયેશનની ચૂંટણીનો વિવાદ. મતદાર વકીલો સુધી પહોંચવા માટે ઉમેદવારોનું એડીચોટીનું જોર. વોટર લીસ્ટ અને મતદાર વકીલોના નામ નંબર તમામ ઉમેદવારોને મળી રહે તે માટે ચૂંટણી અધિકારી એ ઊભી કરી વ્યવસ્થા. ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા રહે તે માટે આ વખતના મતદાન બાદ મતગણતરી ને લાઈવ બતાવાશે. બેલેટમાં કોને મત મળ્યો એનું લાઈવ પ્રસારણ અને રેકોર્ડિંગ કરાશે. ગુજરાત બાર કાઉન્સિલે ઉમેદવાર બ્રિજેશ ત્રિવેદીની ફરિયાદ બાદ પારદર્શિતા થી ચૂંટણી માટે કર્યો હતો હુકમ. તમામ ઉમેદવારો ને મતદારો ની એક્સેસ મળે અને પ્રચાર માટે પૂરતો સમય મળે તેવું બાર કાઉન્સિલે કર્યું હતું અવલોકન. વકીલોની માતૃ સંસ્થા એવી બાર કાઉન્સિલના નિર્ણયને તમામ ઉમેદવારોએ સ્વીકાર્યો. 22 ડિસેમ્બરના રોજ પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી સહિતના પદો માટે યોજાવવાની છે હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન ની ચૂંટણી.