અમદાવાદમાં સફાઈકર્મીઓની હડતાળ બની ઉગ્ર, સુરત મનપાના સફાઈ કામદાર યુનિયને આપ્યું સમર્થન
Continues below advertisement
અમદાવાદમાં સફાઈ કર્મચારીઓની હળતાળનો આજે છઠ્ઠો દિવસ છે. શહેરમાં ગંદકીના ઢગ વધી શકે છે. સફાઈ કામદારોની હડતાળને ડોર ટૂ ડોર ગાડીના ચાલકોએ સમર્થન આપ્યું છે. ઘરેથી ઉપાડવામાં આવતો કચરો હવે ઉપાડવામાં આવશે નહીં. મનપા અને સફાઈકર્મી વચ્ચેના ગજગ્રાહનો ભોગ સામાન્ય જનતા બની છે. અમદાવાદના સફાઈ કર્મચારીઓને સુરત મનપાના સફાઈ કામદારોએ સમર્થન આપ્યું છે. હાલની સ્થિતી જોતા સુરતમાં પણ કામદારો સફાઈથી અળગા રહેવાની સ્થિતિ સર્જાઇ શકે છે
Continues below advertisement