દિવાળી બાદ શરદી, ઉધરસ વધશે, જાણો ડોક્ટરો શું આપી રહ્યા છે સલાહ?
Continues below advertisement
કોરોનાનો હાહાકાર આગામી સમયમાં વધશે. એક પણ લક્ષણ જણાય તો તબીબોની સલાહ લઈને ટેસ્ટ કરાવવો આવશ્યક છે. કોરોનાના 9 માસ બાદ શિયાળાની ઋતુ શરૂ થતા તબીબો પણ મુંઝવણમાં મુકાય તે પ્રકારની સ્થિતિ છે. કોરોનાના લક્ષણ અને વાયરલના લક્ષણ એક સમાન હોવાથી તબીબો પણ દર્દીની મૂળ સમસ્યા ઓળખી શકતા નથી..તબીબોના મત મુજબ હાલ શિયાળાની ઋતુની અસર માનીને નાગરિકો સ્વેચ્છાએ દવા લઈ રહ્યા છે.જે સદંતર ખોટું છે.કોઈ પણ વ્યક્તિને એક પણ લક્ષણ જણાય તેવા સંજોગોમાં વિલંબ કર્યા વગર જ ટેસ્ટ કરાવવાની જરૂરિયાત છે.
Continues below advertisement