કોંગ્રેસના સિનિયર ઓબ્ઝર્વરના સ્વાગત માટે કોઈ સિનિયર નેતા હાજર નહીં, તાજેતરમાં વિવાદમાં આવેલા ક્યા નેતા રહ્યા હાજર?
Continues below advertisement
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર તેજ થઇ રહ્યો છે. ગુજરાત કોંગ્રેસના ચૂંટણી માટે નિરીક્ષક બનેલા છત્તીસગઢ રાજ્યના ગૃહમંત્રી તામ્રધ્વજ સાહુ બે દિવસ ગુજરાતની મુલાકાત આવ્યા છે. કોંગ્રેસના નિરીક્ષકનું એરપોર્ટ ખાતે કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતુ. જોકે, તેમના સ્વાગત માટે એરપોર્ટ પર કોગ્રેસના કોઇ મોટા નેતા હાજર રહ્યા નહોતા. સાહુના સ્વાગતમાં કોગ્રેસ નેતા દિનેશ શર્મા હાજર રહ્યા હતા. દિનેશ શર્મા તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ પદેથી રાજીનામું આપી વિવાદમાં આવ્યા હતા.
Continues below advertisement