કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મધ્યાહન ભોજનને લઈને રૂપાણી સરકાર પર શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ મધ્યાહન ભોજનને લઈને રાજ્ય સરકાર સામે ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રાઈટ ટુ ઇન્ફોર્મેશન અંતર્ગત આવેલ માહિતીના આધારે આરોપ લગાવ્યો હતો કે રાજ્ય સરકાર ગરીબ વિદ્યાર્થીઓના મોંમાંથી કોળીયો છીનવી રહી છે. છેલ્લા 4 માસથી રાજ્યની પ્રાથમિક શાળાના વિધ્યાર્થીઓને મધ્યાહન ભોજન અંતર્ગતની સામગ્રી અને રકમ નથી પહોંચી. અંદાજીત 50 લાખ જેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ ચાલુ શાળા દરમિયાન તેમને મધ્યાહન ભોજન અંતર્ગત ભોજન આપવામાં આવે છે, જોકે હાલ શાળાઓ બંધ છે, જેના કારણે રાજ્ય સરકારે આ વિદ્યાર્થીઓને ભોજનના બદલે અનાજની સામગ્રી અને રાંધણની કિંમતના રોકડ રૂપિયા વિદ્યાર્થીઓના બેંકના જમા કરાવવાના હતા. પરંતુ આ બંનેમાંથી એક પણ વસ્તુ છેલ્લા 4 માસમાં ન બની હોવાનો દાવો કોંગ્રેસ કરી રહ્યું છે.
Continues below advertisement