અમદાવાદમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં દર્દીઓ તરફડી રહ્યા છે
Continues below advertisement
અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલમાં બેડ ફૂલ થયા સાથે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને દાખલ થવા વેઇટિંગમાં ઉભા રહેવાની સ્થિતિ છે. સિવિલ હોસ્પિટલમાં સોમવારે ABP અસ્મિતાએ કરેલી રીઆલિટી ચેકમાં બપોરે 15 તો રાતે 19 એમ્બ્યુલન્સ નજરે પડી હતી તો મંગળવારે સવારના સમયથી 1200 બેડની હોસ્પિટલમાં 8 થી 9 એમ્બ્યુલન્સ પ્રતીક્ષામાં જોવા મળી હતી.
Continues below advertisement