પેચ લડાવવાના મૂડમાં નીતિન પટેલ, કહ્યુ- 'વિરોધ પક્ષવાળા ચીનની દોરી લાવે, ગમે તેટલો કાચ નાખે પણ... '
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Jan 2021 06:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો ઉત્તરાયણના દિવસનો અંદાજ અલગ જોવા મળ્યો હતો. અડાલજ પાસે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન કરવા પહોંચેલા નીતિન પટેલે આપેલા નિવેદનથી સૌ કોઇ ચોંકી ઉઠ્યા હતા. તેમને અનેક વખત અનેક લોકોએ પાડવાનો પ્રયાસ કર્યો હોવાનો તેમણે દાવો પણ કર્યો હતો. તેમણે કહ્યું કે, ગમે તેવા પતંગો કપાય પણ અમારો વિકાસનો પતંગ ક્યારેય ન કપાય. વિપક્ષવાળા ચાઈનાની દોરી લાવે, ગમે તેટલો કાચ નાખે પણ વિકાસનો પતંગ કપાય નહીં.