Ahmedabad: રામમંદિરના નિર્માણ માટે મૃતક કારસેવકોના પરિવારે આપ્યું દાન
Continues below advertisement
વર્ષ 2002 ગોધરા કાંડ માં પોતાના સ્વજનોને ખોનારા 59 રામ સેવકોના પરિવારજનોએ વિશ્વ હિન્દુ પરિષદ કાર્યાલય ખાતે રામ મંદિરના નિર્માણ માટે નિધિ સમર્પણ કર્યું. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ નાં રોજ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ પર થયેલા હુમલામાં ૫૯ કારસેવકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા... જેમાંથી એક પરિવારે માતા-પિતા અને સ્વજન ખોયા તો અન્ય એક પરિવાર માં સાસુ અને વહુએ પોતાના પતિ ગુમાવ્યા.આવા ઘણા પરિવારો છે, કે જેમને ગુજરાત હાઇકોર્ટના આદેશથી સરકારે અને રેલવેએ દસ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું હતું. આ વળતરની રકમ મળ્યા બાદ મૃતકોના પરિવારજનોએ પોતાના સ્વજનની ઈચ્છા પૂર્તિ અને તેમના આત્માને શાંતિ માટે શ્રી રામ મંદિર નિર્માણ માટે નિધિ સમર્પણ કર્યું.
Continues below advertisement