Rajkot Tragedy: ગેમઝોનમાં અગ્નિકાંડને પગલે અમદાવાદની સ્કૂલોમાં ફાયર સેફ્ટીની ચકાસણી માટે આદેશ.

Continues below advertisement

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ બાદ ઘોર નિંદ્રામાં ઉંઘતા અમદાવાદ મહાનગર પાલિકાના સત્તાધીશો જાગી ગયા છે.. અમદાવાદ મહાનગર પાલિકા કમિશનરે સોમવારે એક પરિપત્ર બહાર પાડીને દર મહિને ગેમિંગ ઝોનનું ચેકિંગ, તેમજ દર ત્રણ મહિને મોકડ્રિલનું આયોજન કરવાની તાકીદ કરી છે..મહાનગર પાલિકાના આધિકારીઓને દર મહિને ચેકિંગ દરમિયાન તમામ શરતોનુંપાલન કરવામાં આવે છે કે નહીંતેની ખાતરી કરવાના પણ આદેશ કરવામાં આવ્યા છે.. કોઈપણ ગેમિંગ ઝોનમાં અનિયમિતતા જણાય તો તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ સૂચના આપી દેવામાંઆવી છે.. ચીફ ફાયર ઓફિસર તમામ ગેમિંગ ઝોનમાં દર ત્રણ મહિને મોકડ્રિલ કરશે.. જેમાં ગેમિંગ ઝોનના સ્ટાફને ફાયર સંબંધિત જરૂરી તાલીમ આપવાની રહેશે.. મનપા કમિશનરને ધ્યાને આવ્યુ હતુ કે કેટલાક ઝોને ડેવલપમેન્ટની મંજૂરી લીધા પછી નિયમો વિરૂદ્ધનું બાંધકામ કર્યુ હતુ.. ચેકિંગ પછી રિપોર્ટ તૈયાર કરી તમામ માહિતી ચીફ ફાયર ટાઉન ડેવલપમેન્ટ ઓફિસરને મોકલવાની રહેશે.. અમદાવાદ શહેર અને ગ્રામ્ય ડીઈઓ હસ્તકની 145 સ્કૂલોમાં ફાયર સેફ્ટીના સાધનોની તેમજ ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી કરાઈ હતી.. શહેર ડીઈઓની 20 સભ્યોનીટીમે સંબંધિત વિભાગોના અધિકારીઓને સાથે રાખીન તપાસ શરૂ કરી છે.. ડીઈઓ ઓફિસે આપેલી માહિતી અનુસાર મોટાભાગની સ્કૂલો પાસે ફાયર એનઓસી જોવા મળી હતી.. ડીઈઓ કચેરીએ સ્કૂલોના પ્રિન્સિપાલને પત્ર લખી વિદ્યાર્થીઓની સલામતી માટે સમયે સમયે મોકડ્રિલનું આયોજન કરવા, ફાયર સેફ્ટી અંગે વિદ્યાર્થીઓને સમજ આપવાના આદેશ કરાયા છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram